દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામમાં રહેતા યુવાનનું સગપણ થતું ન હોવાથી ચિંતામાં રહેતાં યુવાને તેના ઘરે સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતા મીતભાઈ રમણિકભાઈ માણાવદરીયા (ઉ.વ.25) નામના યુવાનની સગાઈ થતી ન હોય અને આ બાબતે તેમને ટેન્શન રહેતું હોવાથી તેમણે મંગળવાર તા. 3ના રોજ પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે લોખંડની આડીમાં સુતરની દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા રમણિકભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.


