જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં વિમલ લેવાની ના પાડનાર બાવાજી યુવાન ઉપર શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રેલવે પાટાની બાજુમાં રહેતાં અજયભાઈ મુકેશભાઈ રામાનંદી નામના મજૂરી કામ કરતા યુવાનને રજાક હાસમ સંઘાર નામના શખ્સે વિમલ લેવાનું કહ્યું હતું. પરંતુ અજયએ વિમલ લેવાની ના પાડતા રજાક સંઘારે અજયને ગાળો કાઢી લાકડી વડે માથામાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ઝેડ એમ મલેક તથા સ્ટાફે રજાક સંઘાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.