જામનગર તાલુકાના જાલણસર ગામના સીમમાં ખેતરે નિંદ્રાધિન રહેલા તરુણને ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર સરલાબેન ત્રિવેદી ભવન આવાસની સામેથી આશરે 65 વર્ષના વૃધ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત જામનગર તાલુકાના જાલણસર ગામની સીમમાં આવેલા ખેતરમાં નિંદ્રાધિન રહેલા પવનકુમાર હરીભાઈ ખાંટ (ઉ.વ.15) નામનો તરૂણ ગત તા.8 ના રાત્રિના નિંદ્રાધિન હતો તે દરમિયાન કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકની માતા રેખાબેન દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર સરલાબેન ત્રિવેદી ભવન આવાસની સામેના વિસ્તારમાંથી આશરે 65 વષર્ર્ના વૃધ્ધ બેશુધ્ધ હાલતમાં હોવાની વસીમ બ્લોચ દ્વારા જાણ કરાતા વૃધ્ધને સારવા માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ કે.સી. વાઘેલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
જાલણસર ગામની સીમમાં તરૂણને ઝેરી જનાવર કરડી જતાં મોત
નિંદ્રાધિન હાલતમાં મૃત્યુ: જામનગરના આવાસ પાસેથી વૃધ્ધનો મૃતદેહ સાંપડયો