Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદેવું વધી જતા રાવલના યુવાને ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

દેવું વધી જતા રાવલના યુવાને ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

રાવલ ગામમાં રહેતાં યુવાને દેવુ વધી જતાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની સીમમાં રહેતા અરજણભાઈ કારાભાઈ વાઘેલા નામના 45 વર્ષના યુવાનને પોતાના પર દેવું વધી જતા તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાહેર મૃતકના પુત્ર કાનાભાઈ અરજણભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular