અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં એક વ્યક્તિએ ચોથા માળેથી આત્મહત્યા ના ઈરાદાથી છલાંગ લગાવી હતી. જોકે નીચે પતરાં પર પટકાતા જીવ બચી ગયો હતો. આ યુવકને છલાંગ લગાવતા પહેલા ત્યાં રહેલા લોકોએ રોકવા સમજાવ્યો હતો પરંતુ તેણે કોઈની વાત માની ન હતી.આ અંગે ફાયરબ્રિગેડ ને જાણ થતાં તેઓ પણ રેસ્ક્યુ વાહનો સાથે ત્યાં પહોચ્યા હતા.
યુવકે આત્મહત્યા નો પ્રયાસ શા માટે કાર્યો તેની વિગતો હજુ જાણવા મળી નથી. વધુ વિગતો યુવકના હોશમાં આવ્યા બાદ સામે આવશે.