જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રહેતાં યુવાન સાથે અમદાવાદ રેલવેમાં વાહન ભાડે રાખવા માટે વિશ્વાસમાં લઇ જામનગરના શખ્સે આઠ લાખની સ્કોર્પિયો કાર લઇ વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં નવા બાલમંદિરની બાજુમાં રહેતાં તથા ડ્રાઇવિંગ કરતાં અજિતસિંહ વીભાજી રાઠોડ (ઉ.વ.46)ને જામનગરના ગોકુલનગર પાણાખાણ શિવનગરમાં રહેતા રાહુલ મગન રાઠોડ નામના મોબાઇલ નંબર 83207 06138 ધારકે અજિતસિંહને વિશ્વાસમાં લઇ તેની પાસે રહેલી જીજે10 ટીએક્સ 3685 નંબરની સ્કોર્પિયો કાર અમદાવાદ રેલવે સ્ટેશનનું કામ ચાલે છે તેમાં ભાડે રાખવા માટે જરૂર હોવાનું જણાવી વર્ષ 2024માં કાર ભાડે રાખી હતી. રાહુલએ અજિતસિંહની કારનું ભાડું ચૂકવ્યું ન હતું અને કાર પણ પરત ન આપી વિશ્ર્વાસઘાત કર્યો હતો. ત્યારબાદ કંટાળેલા અજિતસિંહએ મેઘપર પોલીસમાં જાણ કરતાં હે.કો. એ. એચ. નોઇડા તથા સ્ટાફએ રાહુલ રાઠોડ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


