Friday, April 10, 2026
Homeરાજ્યજામનગરખીમરાણાના યુવાનનું નિંદ્રાધિન હાલતમાં મોત નિપજ્યું

ખીમરાણાના યુવાનનું નિંદ્રાધિન હાલતમાં મોત નિપજ્યું

પરિવારજનો દ્વારા સવારે ઉઠાડતા ઉઠયો ન હતો : બેશુધ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો : બિમારી સબબી મોત નિપજ્યાનું તબીબો દ્વારા જાહેર : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતો યુવાન તેના ઘરે નિંદ્રાધિન હતો તે દરમિયાન બેશુદ્ધ થઈ જતા બિમારી સબબ સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં સુરજભાઈ હિરજીભાઈ ગોહિલ (ઉ.વ.29) નામનો યુવાન ગત તા.6ના રોજ રાત્રિના સમયે તેના ઘરે નિંદ્રાધિન થયા બાદ સવારે પરિવારજનો દ્વારા ઉઠાડતા ઉઠયો ન હતો. તેથી યુવાનને બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન બિમારી સબબ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે વિજયભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular