જામનગરનો યુવાન અગાઉ કૌન બનેગા કરોડપતિમાં હોટસીટમાં આવ્યા બાદ આજે પ્રખ્યાત શો ‘Laughter Chefs’ માં નજરે પડશે તેમની સાથે તેમનો સમગ્ર પરિવાર આ શોમાં જોવા મળશે. આજે રાત્રે કલર્સ ટીવી પર 9 વાગ્યે પ્રકાશીત થવા હોવાનું તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.
જામનગરના દિપકભાઇ જાદવ નામના યુવાન થોડા સમય પૂર્વે જ કૌન બનેગા કરોડપતિના એપીસોડમાં હોટસીટ પર જોવા મળ્યા હતાં. તેઓએ અમીતા બચ્ચન સાથે પ્રશ્ર્નોના જવાબો આપ્યા હતાં. દિપકભાઇ તેમના 17 સભ્યોના પરિવાર સાથે દર વર્ષે કોઇને કોઇ પ્રવાસ કરે છે તેમજ કેબીસીમાં પણ તેઓ આ 17 સભ્યોના પરિવાર સાથે જ ગયા હતાં. જેને લઇ અમીતા બચ્ચને તેમને ‘દિપક-ધ ફેમેલી મેન’ નામ આપ્યું હતું. ત્યારબાદ હવે તેઓ ફરી એક વખત પ્રખ્યાત ટીવી શોમાં જોડાઇ જામનગરનું ગૌરવ વધારવા જઇ રહ્યા છે. આ અંગે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં તેમણે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કલર્સના પ્રખ્યાત શો ‘Laughter Chefs’ માં જોડાવા તેમને નિમંત્રણ મળ્યું હતું જેમાં ભારતના કેટલાક રાજ્યોના પરિવારોને શોમાં લેવામાં આવ્યા છે તે પૈકી ગુજરાતમાંથી જામનગરના આ પરિવારનો સમાવેશ થયો છે. જે જામનગર માટે પણ ગૌરવ બાબત છે.
View this post on Instagram
જામનગરના દિપકભાઇ જાદવ અને તેમનો કુલ 17 સભ્યોનો પરિવાર આજે રાત્રે ‘Laughter Chefs’ શોમાં જોવા મળશે. જેનું સુટીંગ થયા બાદ આજે રાત્રે 9 વાગ્યે આ શો ટેલીકાસ્ટ થનાર છે.


