યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયાની ગુજરાત બ્રાન્ચ દ્વારા સપ્ટેમ્બર માસમાં રૂપકુંડ (ઉત્તરાખંડ) 16,400 ફૂટની ઉંચાઇએ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગમાં ભારતભરમાંથી કુલ 30 ટ્રેર્કસે ભાગ લીધો હતો. જેમાં જામનગરમાંથી આનંદ દવેએ ભાગ લઇ આ અશકય ટ્રેક પાંચ દિવસમાં સતત વરસાદ અને 0 થી-2 ડિગ્રી તાપમાનમાં સફળતા પૂર્વક પાર પાડી જામનગર યુથ હોસ્ટેલનું ગૌરવ વધાર્યું છે.
ઉત્તરાખંડના કાઠગોડામથી શરૂ કરેલી(વાવગામ 7700 ફુટ-બેઝ કેમ્પથી) રૂપકુંડની ટ્રેક 16,400 ફુટ કુલ પાંચ દિવસમાં 70 કિમીની ચડાઇ અને ઉત્તરાણ પહાડોનો પ્રવાસ તેમજ ખુબ કઠીન 65’ સીધી ઉચાઇનું ચડાણ ઉપરાંત જેમ જેમ ઉપર જાય તેમ ઓક્સિજનની કમી તથા દરરોજ વરસાદની સાથે 0 થી -2 ડિગ્રીના તાપમાનમાં હાથ ગગડાવી દેતી ઠંડી વચ્ચે કુલ 30 માંથી 25 લોકોએ આ કઠીન ટ્રેકિંગ સફળતા પૂર્વક પાર પાડયું હતું.
જામનગરના આનંદ દવેએ યુથ હોસ્ટેલ ગુજરાત બ્રાન્ચના સુંદર આયોજન તેમજ આત્મવિશ્ર્વાસ સાથે કઠીન ટ્રેકને પણ કોઇપણ ઇજા વગર પૂરો કર્યો હતો. આ ટ્રેમાં ગુજરાત, દિલ્હી, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, કર્ણાટકના ટ્રેર્કસ જોડાય હતાં. ઇસરોના ગેઝેટેડ ઓફીસર હરીઓમ પાંડેએ 60 વર્ષની ઉંમરે પણ સફળતા પૂર્વક ટ્રેકિંગ પાર પાડયું હતું.
આ ટ્રેકિંગમાં આનંદ દવેએ દરરોજ સવારે 7 થી સાંજે 7 દરમ્યાન સરેરાશ 16 થી 26 કિમીનું ચડાણ કરી પર્વતારોહણ પુરૂ કર્યું હતું. તેઓ અનેકવિધ પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે, થેલેસેમીક બાળકોને દત્તક લઇ જી.જી.હોસ્પિટલમાં કાર્યરત આનંદ દવેનું ભવિષ્યનો લક્ષ્યાંક એવરેસ્ટબેઝ કેમ્પનો ટ્રેક પૂર્ણ કરવાનો છે.