જામનગરની યુવા પેઢી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પોતાની કાર્યક્ષમમતા અને આવડત દ્વારા પોતાના સપના તરફ દોટ મૂકીને નગરને ગૌરવ અપાવતી જામનગરની યુવા પેઢીમાંનો એક એટલે ભૌમિક આહિર કે જેને તાજેતરમાં રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઝમકુડીમાં જાનદાર પરર્ફોમન્સ આપ્યું છે. પરંતુ કમનસિબે તે આપણી વચ્ચે હાજર નથી.
જામનગર એન્ટી કરપ્શન બ્રાંચમાં ફરજ બજાવતાં એએસઆઇ દિનેશભાઇ આહિરના પુત્ર ભૌમિકે જેનું બે માસ પહેલા અકાળે અવસાન થયું હતું. તેણે ઝમકુડી ફિલ્મમાં જાનદાર અભિનય કરી જામનગરનું ગૌરવ વધાર્યું છ. ભૌમિકને કોલેજકાળ દરમિયાન અનેક એવોર્ડથી સન્માનીત કરવાાં આવ્યા હતાં. પરંતુ કમનસિબે આ સિતારો હવે આપણી વચ્ચે નથી રહ્યો. અજવાળાના ઓજસ પાથર્યા છે. ફિલ્ જોનાર દરેક દર્શકોના મનમાં ઉતરી જાય તેવા આ ફિલ્મના દરેક કલાકારો છે. માનસી પારેખ, વિરાજ ઘેલાણી, ઓજસ રાવલ અને સંજય ગોરડીયા દ્વારા અભિનિત આ ફિલ્મમાં ભૌમિક આહિરે અભિનય કરીને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. કમનસિબે બે માસ પૂર્વે અકાળે અવસાન થતાં હાલ તે આપણી વચ્ચે નથી. પરંતુ જામનગરને ગૌરવ અપાવતો આ તારલો હંમેશા સૌના દિલમાં રહેશે. એએસઆઇ દિનેશભાઇ આહિર અને માતાએ ફિલ્મ પ્રિમિયરમાં હાજર રહીને પુત્રને શ્રધ્ધાંજલિ આપી હતી.