Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક કાર અકસ્માતમાં બોટાદના યુવાનનું મોત

ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં બોટાદના યુવાનનું મોત

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર દાતા ગામની ગોળાઇ નજીક પુરપાટ આવી રહેલી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં કાર પલટી ખાઇ જતાં અકસ્માતમાં બોટાદના યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત પ્રમાણે ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 9 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જીજે33-એફ- 0284 નંબરની સ્વિફ્ટ મોટરકારના ચાલક પ્રથમગીરી પરેશગીરી ગોસ્વામી (રહે. રેલવે કોલોની પાછળ, બોટાદ)એ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મોટરકારમાં જઈ વહેલા રવિભાઈ ઉમેશભાઈ પટેલ નામના યુવાનને જીવલેણ ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રવિના મિત્રો સુજલ અલ્પેશભાઈ હરસોડા, જયરાજ રમેશભાઈ કટારીયા અને તેજસ સતિષભાઈ બારોટને પણ શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતક યુવાનના પિતા ઉમેશભાઈ પ્રહલાદભાઈ પટેલની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારચાલક પ્રથમગીરી પરેશગીરી ગોસ્વામી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. યુ. કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular