અરબી સમુદ્રના પાણીના ખતરનાક કરન્ટથી અજાણ સહેલાણીઓ ગોમતી કિનારે ઘાટ ઉપરથી જ નહાતા અને મોજાની મોજ માણતા તેમજ ફોટોસેશન (સેલ્ફી) લેતાં જોવા મળ્યા હતા. તે દરમ્યાન અચાનક ફોટોસેશન કરતો એક યુવાન મોજાની થપાટથી નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેના કારણે ભારે ઉહાપોહ મચી જવા પામી હતી. સ્થાનિકોએ મહામુસીબતે આ યુવાનને ધસમસતા વહેણમાંથી બચાવી લેવાયો હતો. જો કે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. આજની આ દુર્ઘટના બાદ આખરના વહેણમાં કોઈ વ્યકિત તણાય તો તેને બચાવવા જરૂરી સામગ્રીઓ કે રેસ્કયુ ટીમ તંત્ર દ્વારા ઉપલબ્ધ રાખવામાં આવેલી ન હોય, જો અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની ? તેવા પણ પ્રશ્નો ચર્ચાતા થયા છે.