કાલાવડ તાલુકાના નગર પીપરીયા ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતો યુવાન બાઈક પર નિકાવા ખરીદી કરવા જતો હતો તે દરમિયાન નિકાવા નજીક જ પૂરઝડપે આવી રહેલી ક્રેટા કારે ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દાહોદ જિલ્લાના મોટા નટવા ગામનો વતની અને હાલ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપરીયા ગામની સીમમાં દેવેન્દ્રભાઈના ખેતરમાં મજૂરી કામ કરતાં મુકેશભાઈ નાગલાાભાઈ બામણિયા (ઉ.વ.40) નામનો યુવાન ગત તા. 24 ના રોજ સાંજના 6 વાગ્યાાના અરસામાં તેનાં ખેતરેથી જીજે-03-એલજે-7880 નંબરના બાઈક પર નિકાવા ખરીદી કરવા જતો હતો તે દરમિયાન નિકાવા ગામની નજીક પહોંચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-03-એનઈ-4364 નંબરની કાળા કલરની ક્રેટા કારના ચાલકે બાાઈકને ઠોકરે ચડાવતા મુકેશભાઈ બાઈક પરથી પટકાતા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્નિ ચંપાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


