Monday, December 23, 2024
Homeરાજ્યહાલારધ્રાંગડા પાસે અડચણરૂપ પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં યુવાનનું મોત

ધ્રાંગડા પાસે અડચણરૂપ પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં યુવાનનું મોત

ધ્રોલથી બીયારણનો સામાન લઇ રણજીતપર પરત ફરતા સમયે અકસ્માત: જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : અડચણરૂપ પાર્ક કરેલાં ટ્રકચાલક વિરૂધ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

ધ્રોલથી ખેતીના બીયારણનો સામાન લઇ પરત રણજીતપર જતાં સમયે ધ્રાંગડાના પાટીયા નજીક અડચણરૂપ પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માતમાં બાઈકસવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના રણજીતપર ગામમાં રહેતા કેશુભાઈ પરસોતમભાઈ પરમાર નામનો યુવાન સોમવારે સાંજના સમયે તેના જીજે-10-એ-4342 નંબરના બાઈક પર ધ્રોલથી ખેતીના બિયારણનો સામાન લઇ રણજીતપર પરત ફરતો હતો તે દરમિયાન ધ્રાંગડા ગામના પાટીયા નજીક આવેલી હોટલ પાસે રોડ પર અચડણરૂપ પાર્ક કરેલા જીજે 10 ટીએકસ 7789 નંબરના ટ્રક પાછળ યુવાનનું બાઈક ઘુસી જતાં ગમખ્વાર અકસ્માતમાં યુવાનને કપાળના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મંગળવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જગદીશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular