જામજોધપુર તાલુકાના જામસખપુર ગામે વાડી વિસ્તારમાં કામ કરતી વખતે યુવાનને ઈલેકટ્રીક શોક લાગતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મૂળ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડ ત્રણ પાટીયાના રહેવાસી બીરમ નારાયણ રામ (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.9 એપ્રિલના રોજ જામજોધપુર તાલુકાના જામસખપુર વાડી વિસ્તારમાં કામ કરતી વખતે અકસ્માતે ઈલેકટ્રીક શોક લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સાવસિંહગોમસિંહ પવાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.જી. વસાવા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.