કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા નુંઘાભાઈ જેઠાભાઈ સુવા નામના 40 વર્ષના આહીર યુવાન ગઈકાલે શુક્રવારે વાડીમાં પાણી વારવા માટે જતા અહીં તેને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. આ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના નાનાભાઈ નારણભાઈ જેઠાભાઈ સુવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.