જામનગર તાલુકાના અલિયા ગામના પાટીયાથી ગામ તરફ જતા યુવાનને પાછળથી પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતાં હીરાભાઈ સામતભાઈ લાંબરીયા (ઉ.વ.42) નામનો યુવાન રવિવારે વહેલીસવારના સમયે અલિયા ગામના પાટીયાથી ગામ તરફ ચાલીને જતો હતો તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે યુવાનને ઠોકર મારી માથાના ભાગે તથા ગાલ ઉપર અને હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પિતરાઇ ધનજીભાઈ લાંબરીયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.