Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું કરૂણ મૃત્યુ

ખંભાળિયા નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું કરૂણ મૃત્યુ

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતો યુવાન તેના પિતરાઇ સાથે બાઈક પર મંદિરે દર્શન કરી પરત આવતા હતાં તે દરમિયાન ગોલાઈમાં બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લીપ થવાથી અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રામનગર વિસ્તારમાં વીછુડા વાડીમાં રહેતો જયમીતભાઈ રસિકભાઈ નકુમ નામનો યુવાન તેના કાકાના દિકરા સાથે તા.27 ના રોજ જીજે-37-એફ-8857 નંબરના બાઈક પર બેહ ગામે આવેલા વાછરા દાદાના મંદિરે દર્શન કરવા ગયા હતાં અને ત્યાંથી પરત ફરતા હતાં ત્યારે આવળ માતાજીના મંદિર નજીક આવેલી ગોલાઈમાં ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થતા અકસ્માતમાં ગોલાઈના એરોનું નિશાન વાળું બોર્ડ અથડાતા તેને પેટના ભાગે લાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન જયમીતભાઈનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા રસિકભાઈ નકુમે જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular