ધ્રોલ નજીક રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર પૂલ પરથી પડી જતાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામ નજીક રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર હોટલ પાસે આવેલા પુલ પરથી આશરે 45 વર્ષના અજાણ્યા યુવાનનું નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ફીરોજભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.