જામનગર નજીક લાલપુર ચોકડથી ઠેબા ચોકડથી તરફના માર્ગ પરથી પસાર થતા માનસિક બીમાર યુવાનને વહેલીસવારના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચવાથી યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતકની ઓળખ મેળવી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રંગમતિ સોસાયટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા આસિફ હુશેનભાઈ સમા નામના યુવાનનો ભાઈ ઈમ્તીયાઝ હુશેનભાઈ સમા નામના યુવાનને છેલ્લાં સાત વર્ષથી મગજની અને આંચકીની બીમારી થઈ હતી. દરમિયાન ઈમ્તીયાઝ તેના ઘરેથી ચાલ્યો ગયો હતો ત્યારબાદ સોમવારે વહેલીસવારના સમયે લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી વચ્ચેના માર્ગ પર પસાર થતો હતો તે દરમિયાન જેસીઆર સીનેમા રોડ પર પૂરઝડપે બેફીકારઈથી આવી રહેલા અજાણ્યા વાહનચાલકે યુવાનને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દેતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઇ એમ.એ.મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા આસિફે તેના ભાઈની ઓળખ કરી હતી. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.