ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના વાડી વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા અને ગુમસુમ રહેતાં મજૂરી કામ કરતા યુવકે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના આમલી ગામનો વતની અને ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં આવેલી અશોકભાઈ માખેલાના ખેતરમાં મજૂરી કામ કરતા રાકેશ શંકરભાઇ ડામોર (ઉ.વ.25) નામનો યુવક છેલ્લાં એક માસથી જુદી જુદી વાડીઓમાં રખડતો હતો અને અનેક કુટેવ ધરાવતા શ્રમિકે છેલ્લાં ત્રણ દિવસથી વાડીમાં આવ્યો નહતો. રખડુ અને એકલવાયુ જીવન જીવતા ગુમસુમ રહેતાં યુવકને એકલવાયા જીવનનું મનમાં લાગી આવતા ભાગમાં રાખેલી વાડીના કૂવામાં સોમવારે સવારના સમયે ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના માતા સાગરીબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.