Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રીક્ષાચાલક યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં રીક્ષાચાલક યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

અગમ્યકારણોસર જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ : નાગેશ્ર્વરમાં મધ્યરાત્રિના ચા બનાવતા દાઝી જવાથી મહિલાનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં વાલસુરા રોડ પર આવેલી પોલીટેકનિક કોલેજ સામે રહેતાં રીક્ષા ચલાવતા યુવાને અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના નાગેશ્ર્વર નાગના રોડ પર રહેતી મહિલા તેણીના ઘરે ગેસના ચુલા ઉપર ચા બનાવતી હતી ત્યારે પહેરેલા કપડામાં આગન જાળ અડી જતા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડાતા તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં વાલસુરા રોડ પર પોલીટેકનિક કોલેજ સામે આવેલા હુશેની ચોકમાં રહેતાં અને રીક્ષા ચલાવતા મહમદહુશેન અબ્દુલભાઈ ચાડ (ઉ.વ.40) નામના યુવાને સોમવારે વહેલીસવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ અબ્દુલભાઇ દ્વારા કરવામાં આવતાં હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરમાં નાગેશ્ર્વર નાગના રોડ પરના વિસ્તારમાં રહેતા પારુલબેન જયસુખભાઈ રાઠોડ (ઉ.વ.37) નામના મહિલા ગત તા.2 ના મધ્યરાત્રિના અરસામાં તેના ઘરે ગેસના ચુલા ઉપર ચા બનાવતા હતાં તે દરમિયાત પહેરેલ ગાઉનમાં આગની જાળ અડી જતાં શરીરે ગંભીર રીતે દાઝી જવાથી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દેવકરણભાઈ નકુમ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular