જામનગર તાલુકાના અલિયા ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં તરૂણએ અગમ્ય કારણોસર બાવળના ઝાડમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
આત્મહત્યાના બનાવની વિગત મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા જિલ્લાના જાંબુવા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના અલિયા ગામમાં ફાટક પાસે ઝૂંપડામાં રહેતો નરેશભાઇ રાજુભાઇ કલિયાભાઇ મંડોડ (ઉ.વ.16) નામના આદિવાસી તરૂણએ ગત્ તા. 11ના રોજ સવારના સમયે તેના ઝુંપડાની બાજુમાં આવેલા બાવળના ઝાડમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં તરૂણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સોમવારે સાંજે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યૂં હતું. આ બનાવ અંગે મૃતકના પિતા રાજુભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઅઇ એસ. જી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદહેનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


