જામનગર જિલ્લાના લાલપુર ગામમાં પ્રગટેશ્ર્વર સોસાયટીમાં રહેતાં અને ખેતી કરતા માલધારી કામ કરતા યુવાનને સંતાન ન થતા હોય અને તામશી સ્વભાવના કારણે અવાર-નવાર પત્ની સાથે થતી બોલાચાલીનું લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલ પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતાં અને ખેતી કરતા માલધારી કામ કરતા મારખીભાઈ નગાભાઈ કરંગીયા (ઉ.વ.32) નામના યુવાનને તેમના લગ્નજીવન દરમિયાન સંતાન થતા ન હતાં અને તામશી સ્વભાવના કારણે અવાર-નવાર તેની પત્ની લીલીબેન સાથે બોલાચાલી થતી હોય જેનું મનમાં લાગી આવતા શુક્રવારે સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના ભાઈ અરશી દ્વારા જાણ કરાતા હેકો આર.એન. પરમાર તથા સ્ટાફ તાતકાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.