જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

આ આત્મહત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલી સત્યમ્ માલધારી હોટલની સામેવાળા ઢાળિયા પાસે રહેતાં નિલેશભાઇ રાજકુમાર યાદવ (ઉ.વ.25) નામના મજૂરી કરતાં યુવાનએ મંગળવારે સાંજના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર પંખાના હૂકમાં દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મૃતકના પિતા દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને યુવાનને તપાસી મૃત જાહેર કરાયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા રાજકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.


