Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના ખેડૂત યુવાને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો

ખંભાળિયાના ખેડૂત યુવાને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો

ખાનગી કંપની દ્વારા માગ્યા મુજબનું વળતર ન અપાતા ઝેર પીધું

- Advertisement -

ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા એક આહીર યુવાને ગઈકાલે રવિવારે બપોરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા કોલવા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ચેતનભાઈ જેસાભાઈ કરંગીયા નામના 27 વર્ષના આહીર યુવાનના ખેતરમાં જે.કે.ટી.એલ. દ્વારા પોલ ઊભા કરાતા વીજપોલ અંગની કામગીરી દરમિયાન તેમને યોગ્ય વળતર મળતું ન હોવા ઉપરાંત તેમના ખેતરમાં કામ કરવા માટે કંપનીને તેણે સહમતી આપી ન હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી કંપની દ્વારા અહીં વીજપોલ ઉભો કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ બાબતથી મનમાં લાગી આવતા વ્યથિત અવસ્થામાં રવિવારે બપોરે તેમણે મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમને ગંભીર હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત યુવાન દ્વારા દવા પીધા પૂર્વે એક ચિઠ્ઠીમાં કંપનીના તથા તેમાં કામ કરતા અધિકારીઓના નામ જોગ થતા અન્યાય તેમજ આ માટે તેઓને જવાબદાર ગણવા સંદર્ભનો ઉલ્લેખ આ ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular