જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતાં અને ખેતી કરતો યુવાન તેના ખેતરમાં પાણી વારતો હતો તે દરમિયાન રાત્રિના સમયે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતો અને ખેતી કરતો દિલીપભાઈ વલ્લભભાઈ અજુડિયા (ઉ.વ.45) નામનો યુવાન બુધવારે મધ્યરાત્રિના સમયે તેના ખેતરમાં ધાણાના પાકમાં પાણી વારતો હતો તે દરમિયાન અંધારામાં ખેતરના કૂવામાં પાણી જોવા જતાં અકસ્માતે કૂવામાં પડી ગયો હતો. આ અંગેની સંજયભાઈ અજુડિયા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જઇ કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.