Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એકસેસ સ્લીપ થવાથી ચાલક યુવાનનું મોત

જામનગરમાં એકસેસ સ્લીપ થવાથી ચાલક યુવાનનું મોત

સપ્તાહ પૂર્વે મધ્યરાત્રિના સમયે અકસ્માત: ગંભીર ઈજા પહોંચતા જી. જી. હોસ્પિટલે ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સાધના કોલોની ઢાળિયા પાસેથી પસાર થતા એકસેસ બાઈક સ્લીપ થવાથી યુવાનના શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, પોરબંદર જિલ્લાના ઓડેદર ગામના વતની અને હાલ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા સંગમ બાગની સામે રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતો દિલીપભાઈ ટપુભાઈ મુસાળ (ઉ.વ.35) નામનો ડ્રાઈવિંગ કરતો યુવાન ગત તા. 28 ના રોજ મધ્યરાત્રિના 12:30 વાગ્યાના અરસામાં સાધના કોલોની ઢાળિયા પાસેથી તેના એકસેસ બાઈક પર જતો હતો તે દરમિયાન બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી અકસ્માતમાં નીચે પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું સારવાર દરમિયાન મંગળવારની રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની રાઝીબેન દ્વારા જાણ કરાતા હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular