જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રડાર સ્ટેશનના સ્ટાફ કવાર્ટરમાં રહેતાં યુવાનની પત્નીના પિતાનું અવસાન થયા બાદ પિતાના વિયોગમાં પુત્રીએ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, તામિલનાડુના કુનીડાનંદલ ગામના વતની અને હાલ જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં આવેલા રડાર સ્ટાફ કવાર્ટરમાં રહેતા ઓમ પ્રકાશ મુતુ નામના યુવાનની પત્ની આર.સેલવરા ઓમપ્રકાશ મુતુ (ઉ.વ.29) નામની યુવતીના પિતાનું છ માસ પહેલાં તેના વતનમાં અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ વિયોગમાં ગુમસુમ રહેતી યુવાન પુત્રીને મનમાં લાગી આવતા સોમવારે બપોરના સમયે તેના રૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પતિ દ્વરારા કરાતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા મૃતકના લગ્ન સાત વર્ષ પહેલાં ઓમપ્રકાશ સાથે થયા હતાં. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બાલાચડીમાં પિતાના વિયોગમાં યુવાન પુત્રીએ આયખુ ટૂંકાવ્યું
તામિલનાડુમાં પિતાના મોત બાદ પુત્રી ગુમસુમ રહેતી : પિતાના વિયોગમાં માઠુ લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ