Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભંગારના વ્યવસાયમાં નુકસાન જતા યુવાને વેપારીએ દવા ગટગટાવી

ભંગારના વ્યવસાયમાં નુકસાન જતા યુવાને વેપારીએ દવા ગટગટાવી

ત્રણ સપ્તાહ પૂર્વે રાજકોટ - ધોરીમાર્ગ પર હોટલ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ : સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરની ન્યુ સાધના કોલોનીમાં રહેતાં ભંગારના વેપારીએ વ્યવસાયમાં નુકસાન જતાં મનમાં લાગી આવતા રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી હોટલ નજીક ઝેરી દવા પી લેતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની ગુજરાત હાઉસીંગ બોર્ડ મકાન નંબર 613 માં રહેતા અને ભંગાર લે-વેચનો વ્યવસાય કરતા બ્રિજેશભાઈ જેન્તીલાલ સામાણી (ઉ.વ.41) નામના યુવાનને તેના વ્યવસાયમાં નુકસાન ગયું હતું. જેથી ચિંતામાં રહેતાં યુવાનને વ્યવસાયમાં નુકસાનનું મનમાં લાગી આવતા ગત તા.21 માર્ચના રોજ સાંજના સમયે જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી દ્વારકાધીશ દેશીભાણા હોટલ પાસે સાંજના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બેશુધ્ધ થઇ ગયા હતાં. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું શુક્રવારે સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિકુંજભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.જી. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular