Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમીઠાપુર નજીક કારની હડફેટે બાઈક ચાલક યુવાન ઈજાગ્રસ્ત

મીઠાપુર નજીક કારની હડફેટે બાઈક ચાલક યુવાન ઈજાગ્રસ્ત

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ વિકમા નામના 29 વર્ષના યુવાન તેમના મોટર સાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે આંબેડકર સોસાયટી વિસ્તારમાં પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી 7842 નંબરની હ્યુન્ડાઈ વેન્યુ કંપનીની મોટરકારના ચાલક વિરમ દેવાભાઈ ફફલ (રહે. આરંભડા)એ તેમની સાથે અકસ્માત સર્જી ઈજાઓ કરી અને તેમજ કારચાલક વિરમ દ્વારા ફરિયાદી જીતેન્દ્રભાઈને ઢીકા-પાટુનો માર મારી, પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોવાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 279, 337, 323 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular