જામનગર જિલ્લાના સેતાલુસ ગામના ગેઈટ પાસેથી પસાર થતા ટે્રકટર ટ્રોલીના ચાલકે બાઈકસવાર યુવાનને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સેતાલુસ ગામના ગૌશાળાની પાછળના વિસ્તારમાં રહેતાં કારુભાઈ ચુડાસમા નામના યુવાન ગત શનિવારે સાંજના સમયે તેના જીજે-10-ડીએમ-4762 નંબરના બાઈક પર સર પીએન માર્ગ પરથી પસાર થતા હતાં ત્યારે જીજે-10-ડીઆર-6594 નંબરના ટે્રકટર ટ્રોલીના ચાલકે તેનું ટે્રકટર બેફીકરાઈથી ચલાવી યુવાનના બાઈકને હડફેટે લેતા કારુભાઈને મોઢામાં તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રવિ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વાય.બી. રાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી ટે્રકટર ટ્રોલી ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.