Wednesday, March 25, 2026
Homeરાજ્યજામનગરગુલાબનગર ઓવરબ્રીજ પર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું મોત

ગુલાબનગર ઓવરબ્રીજ પર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું મોત

ગત રાત્રિના સમયે અકસ્માત થતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું : લોકાર્પણ બાદ ઓવરબ્રીજ પર અકસ્માત મોતની બીજી ઘટના : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

જામનગર શહેરના નવા બનેલા ઓવરબ્રીજ ઉપર ગુલાબનગર પાસે ગત રાત્રિના થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા પહોંચતા કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

- Advertisement -

આ અકસ્માતની વિગત મુજબ જામનગર શહેરના નવા બનેલા ઓવરબ્રીજ ઉપર ગુલાબનગર નજીક ગઇકાલે રાત્રે પસાર થઇ રહેલો બાઇકચાલક પુરપાટ સ્પીડે બાઇક ચલાવીને સાઇડમાં રહેલી રેલીંગ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજા પામેલા બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ જીવલેણ અકસ્માતના બનાવની જાણના આધારે પોલીસે અકસ્માતનો ગુન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય બાબત એ છે કે, નવા ઓવરબ્રીજનું લોકાર્પણ થયાના થોડાં જ દિવસોમાં બાઇક દીવાલ સાથે અથડાતાં યુવકનું મોત નિપજયાની ઘટના બની હતી. ત્યારબાદ ગત રાત્રિના વધુ એક અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular