જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ઘાસચારો નાખવા જતા યુવાનને બે મહિલા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતાં મહિલા હેતલબેન તેણીના પતિ મહેશભાઈ સાથે પોતાની માલિકીના સંયુકત વાડે ગાયને ઘાંસચારો નાખવા જતાં હતાં તે દરમિયાન ત્યાં રહેલા મનિષ તુલસી કટારમલ નામના શખ્સે તમારે અહીં વાડામાં આવવું નહીં તેમ કહી ગાળો કાઢી હતી. જેથી મહિલાએ ગાળો કાઢવાની ના પાડતા મનિષે ફોન કરીને કંચનબેન ભુપેન્દ્ર ફલિયા અને કાજલબેન ઉર્ફે કૌશલબેન પ્રકાશ કનખરા નામના બે મહિલાઓને બોલાવ્યા હતાં. ત્યારબાદ ત્રણેય શખ્સોએ એકસંપ કરી મહિલાને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકીના બનાવમાં એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.