મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં દલીતનગરમાં રહેતાં જબુબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.35) નામની મજૂરી કામ કરતી મહિલા ગત તા. 24 ના સાંજના સમયે શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં કેરોસીનના ટાંકા પાસે આવેલા ચાંદની ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ ગઈ હતી અને ત્યાંથી જબુબેન, તેનો પુત્ર રાકેશ (ઉ.વ.15) અને પુત્રી માનશીબેન (ઉ.વ.12) ને સાથે કારખાનેથી કયાંક જતાં રહ્યાં હતાં. ત્યારબાદ કિશોરભાઈ દ્વારા પત્ની અને સંતાનોની શોધખોળ કરવામાં આવી છતાં કયાંય પતો લાગ્યો ન હતો. આ અંગેની જાણ કરાતા હેકો જી.વી. જાડેજા તથા સ્ટાફે તપાસ આરંભી હતી અને મજબુત બાંધો ધરાવતા ઉજળો વાન, કાળા રંગના વાળ તથા કાળી આંખો અને સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતી ગુજરાતી ભાષા જાણતી લાલ કલરનો ડે્રસ પહેરેલ જબુબેન અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતા શ્યામવર્ણ પાતળા બાંધાના પુત્ર રાકેશ તથા ઉજળો વાન ધરાવતી પાતળા બાંધાની પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતી પુત્રી માનશીબેન અંગે કોઇને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.