કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાએ દાંતની બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. કલ્યાણપુરના જુવાનપુરમાં રહેતો યુવાન તેના ખેતરમાં ઘાસ કાઢતી વખતે વીજપોલને અડી જતાં શોક લાગતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા મધુબેન લગધીરભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાને છેલ્લા કેટલાક સમયથી દાંતની બીમારી હોય, આ બીમારીથી કંટાળીને તેમણે ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ લગધીરભાઈ દેશુરભાઈ ચાવડાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા રણછોડભાઈ ગોરધનભાઈ મધુડિયા નામના 45 વર્ષના યુવાન તેમના ખેતરમાં સાતી હાંકતા હતા, તે દરમિયાન ઘાસ કાઢતી વખતે ઈલેક્ટ્રીક પોલને અડકી જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે રાજેશભાઈ દેવજીભાઈ મધુડીયા (ઉ.વ. 28) એ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.