જામનગરના સમર્પણ પાસે આવેલા મયુરવિલામાં રહેતાં મહિલાનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ પાસે આવેલી મયુરવિલા વિસ્તારમાં રહેતાં અર્ચનાબેન માધવભાઈ નકુમ (ઉ.વ.38) નામના મહિલા તેના ઘર પાસે આવેલા પાણીના ટાંકામાં ડૂબી જતા બેશુધ્ધ થઈ ગયા હતાં બેશુદ્ધ હાલતમાં મહિલાને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.