Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરકનસુમરા નજીક કારચાલકે ઠોકરે ચડાવતા પ્રૌઢાનું મોત

કનસુમરા નજીક કારચાલકે ઠોકરે ચડાવતા પ્રૌઢાનું મોત

પૌત્રને સ્કૂલ મૂકી ઘર પરત ફરતા સમયે અકસ્માત : ગંભીર ઈજા બાદ સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં સાઢીયા પુલ નજીક હોટલ પાસે બાળકોને સ્કૂલે મૂકી પરત આવતા સમયે પ્રૌઢાને રસ્તો ક્રોસ કરતા સમયે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મુળ બિહારના ભોજપુરના વતની અને હાલ કનસુમરા ગામના પાટીયા પાસે રહેતા અને મજૂરી કામ કરતા ઉમેશ લલનરામ નામના યુવાનના માતા બેદીમોદેવી નામના પ્રૌઢા મંગળવારે સવારના સમયે પૌત્રને સ્કૂલે મૂકી પરત ઘર તરફ આવતા હતાં ત્યારે સાંઢીયા પુલ નજીક હોટલ નજીક રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે પૂરઝડપે બેફીકરાથી આવતી કારના ચાલકે પ્રૌઢાને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર ઉમેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular