કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતી મહિલાના આપઘાત પ્રકરણમાં મૃતકના ભાઈએ સાસરિયાઓ વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ડેરી ગામમાં સરકારી ખરાબામાં આવેલા પાણી ભરેલા ખાડામાંથી મનિષાબેન ચેતનભાઈ માટીયા (ઉ.વ.25) નામની મહિલાનો પાંચ દિવસ પહેલાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં મૃતક મહિલાના ભાઈ ભૂપત ગમારા દ્વારા કાલાવડ પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ ચેતન વસતા માટીયા, સસરા વસતા ભુટા માટીયા, સાસુ વજીબેન વસતા માટીયા, નણંદ પાયલબેન ભુપત ગમારા સહિતના ચારેય સાસરિયાઓએ મનિષાબેનને છેલ્લાં ચાર મહિનાથી અવાર-નવાર ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી મેણાટોણા મારતા હતાં. સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસને કારણે મનિષાબેનને મરી જવા માટે મજબુર કરતા તેણીએ પાણીના ખાડામાં આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના ભાઈ ભૂપત ઉર્ફે ભુટ્ો પ્રવિણભાઈ ગમારા એ તેની પત્ની અને મૃતક મનિષાબેનની નણંદ સહિતના ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે ગુનો નોંધી સાસરિયાઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.