સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરાયું હતું. તે દરમિયાન જામનગર જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે ઘણા વિદ્યાર્થીઓ આવેલા હતાં ત્યારે બોધિસત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ વિદ્યાર્થીઓ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અલગ અલગ જિલ્લાના 92 જેટલા વિદ્યાર્થીઓ આ તકે આ રાત્રિ રોકાણની વ્યવસ્થાનો લાભ લીધો હતો. આ ઉપરાંત સંસ્થા દ્વારા તેમને રહેવા જમવા સાથે વિદ્યાર્થીઓને મોટિેવેશન માટે એક કાઉન્સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો મુખ્ય ઉદેશ પરીક્ષામાં લાગતા સમય મેનેજમેન્ટ માટેનો હતો. જેમાં સમાજના અનેક આગેવાનો અને બુધ્ધિજીવીઓ એ પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરુ પાડયું હતું. અને આ ઉપરાંત પરીક્ષાર્થીઓને તેમના કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી પણ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.
આ પુરા કાર્યને સફળ બનાવવા માટે વણકર સમાજ સેવા ટ્રસ્ટ જામનગર, કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ, જયંતભાઇ ગોહિલ, બોધિસત્વ એજયુ. સેન્ટરના તમામ મેમ્બરો, સુરેશભાઈ માતંગ, દેવરાજભાઈ ગોહિલ, હરેશભાઈ પરમાર, કિશનભાઈ ગોહિલ, લક્ષ્મણભાઈ જાદવ, ગૌતમ મુછડિયા, ચંદરીકા યાદવ, હિના ઝાલા, ભૂમિ ચૌહાણ, જય ભીમ રીક્ષા એસો. નહેરનગર શેરી નં. 10/ઇ ના મેમ્બરો વગેરે લોકોએ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.