ભાણવડની તાલુકા ક્ધયાશાળા નંબર 3માં આજે વેલેન્ટાઈન ડે ના દિવસે માતૃ પિતૃ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ તકે ભાણવડ તાલુકા શાળામાં માતા સરસ્વતી નું સ્થાપન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા માતૃ-પિતૃ દિવસની ઉજવણીને અનુલક્ષીને રંગરંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે કાર્યક્રમમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના વડા એસ.જે. ડુમરાળિયા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના વડા કે એમ નંદાણીયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શંકરસિંહ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.