જામનગર શહેરમાં ફોજદારી કેસમાં છ માસની સજા થયેલા નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે સત્યમ કોલોની પાસેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ફોજદારી કેસ નંબર 245/2020 ના નેગોશિયેબલ એકટની કલમ 138 મા અદાલતે તકસીરવાન ઠેરવી છ માસની સજા ફરમાવી હતી. આ સજાનો આરોપી અંગેની એસઓજીના હર્ષદકુમાર ડોરીયા, અનિરૂધ્ધસિંહ ઝાલા, રાજેશ મકવાણા, ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે સત્યમ કોલોની ના ગેઈટ પાસે પાનની દુકાનેથી દિનેશ શેષ્વજી ઉર્ફે કેશવજી કાસુન્દ્રા (ઉ.વ.43) નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.