જામનગર શહેરમાં આજે ભારે વરસાદના પરિણામે અનેક નુકશાન થયું છે. તેવામાં શહેરના ગુલાબનગર પ્રભાતનગર વિસ્તારમાં આવેલ 30 વર્ષ જુના મહાદેવના મંદિર ઉપર પીપળાનું વૃક્ષ ધરાશાઈ થતાં મંદિરના છાપરા તૂટી ગયા હતા. અને મંદિરની ફરતે આવેલ દીવાલમાં પણ નુકશાન થયું છે. વિસ્તારના લોકો દ્રારા જ આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.