જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી બાઈક ચોરીમાં સંડોવાયેલા તસ્કરને ચોરાઉ બાઈક સાથે એલસીબીની ટીમે બાવરીવાસ ખુલ્લા ફાટક પાસેથી દબોચી લીધો હતો.
આ અંગેની મુજબ, જામનગર શહેરમાં થયેલી બાઈક ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગે એલસીબીના મયુદ્દીનભાઈ સૈયદ, અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાકેશભાઈ ચૌહાણને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે બાવરીવાસ ખુલ્લાસ ફાટક પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાર થતા એલસીબીની ટીમે જીજે-11-એએફ-3206 નંબરના બાઈકસવાર રાજુ ઉર્ફે રાજ બળવંત કોળી (રહે. બાવરીવાસ ખુલ્લા ફાટક પાસે, મયુરનગર, જામનગર) નામના તસ્કરને આંતરીને પુછપરછ કરતા બાઈક ચોરાઉ હોવાની અને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં ચોરી કર્યાની કેફિયતના આધારે એલસીબીએ ચોરાઉ બાઈક સાથે તસ્કરને ઝડપી લઇ સિટી સી ડીવીઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.