Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરસેવક ભરૂડિયાની સીમમાં જૂગાર સ્થળે એલસીબીની ટીમનો દરોડો

સેવક ભરૂડિયાની સીમમાં જૂગાર સ્થળે એલસીબીની ટીમનો દરોડો

1.10 લાખની રોકડ રકમ સહિત રૂા.11.35 લાખનો મુદ્દામાલ કબ્જે : 10 લાખની કાર અને છ મોબાઇલ કબ્જે કર્યા

- Advertisement -

લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામમાં ખરાબામાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન છ શખસોને રૂા.1,10,000 ની રોકડ રકમ, 6 મોબાઇલ અને એક કાર સહિત કુલ રૂા.11,35,500 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામની સીમમાં આવેલી અરજણ જેઠા ચાવડાની વાડી પાસેના ખરાબામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો અરજણભાઈ કોડીયાતર, કાનાભાઈ મોરી અને મેયુદ્દીનભાઈ સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન અરજણ જેઠા ચાવડા, સંજય બાબુ તરાવીયા, અલ્લારખા ઓસમાણ ગજણ, ભરત ભગવાનજી હરીયા, જેસા દેવાત વરુ, ભીખુ આલા ગોજિયા નામના છ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,10,000 ની રોકડ રકમ, રૂા.25,500 ની કિંમતના 6 મોબાઇલ અને રૂા.10 લાખની કિંમતની જીજે-10-ડીઈ-3562 નંબરની ક્રેટા કાર સહિત કુલ રૂા.11,35,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular