ખંભાળિયામાં રહેતો યુવાન તેની પુત્રીને લેવા જતો હતો ત્યારે મહિલા સહિતના ચાર શખ્સોએ આંતરીને દિકરી દેવાની ના પાડવાની બાબતે યુવાન ઉપર તલવાર વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયામાં જૂની કોર્ટ વિસ્તારમાં રહેતા પરેશભાઈ ઉર્ફે મુનિઓ પરબતભાઈ ચૌહાણ નામના 42 વર્ષના યુવાન પોતાની દીકરીને લેવા માટે ગયા હતા ત્યારે અહીંના શક્તિનગર વિસ્તારમાં હબીબ ઉમર સિપાઈ, જયદીપ કલ્યાણજી, દિલીપ કલ્યાણજી અને ચાંદનીબેન નામના ચાર વ્યક્તિઓએ ફરિયાદીના પત્નીએ દીકરી દેવાની ના પાડતા આ બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપી હબીબે ફરિયાદી પરેશભાઈ ઉપર તલવાર વડે હુમલો કરી, આરોપી શખ્સો દ્વારા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.