જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ સંગમ કુમાર, ગામીત યુસુબ, સોઢા મહિરાજ કે જેઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને બે વર્ષથી SSIP અંતર્ગત ડોક્ટર વી.એસ .તેજવાણી ના માર્ગદર્શન હેઠળ આયન એન્જીન નામનો પ્રોજેક્ટ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકલ પ્રોપલ્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અમને SSIPની ૪૦ હજારની ગ્રાન્ટ પણ મળેલ છે. આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય તો દેશને સ્પેસ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજીમાં ખૂબ ઉપયોગી થઇ શકે તેમ છે. વિદ્યાથીઓ દ્રારા બનાવવામાં આવેલ આ એન્જિન કઈ રીતે કાર્ય કરે છે તે સમજીએ આ એન્જિન આયનીકરણની પ્રક્રિયા પર કાર્ય કરે છે. અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી તે પોઝિટિવ ચાર્જ થાય છે. આ પોઝિટિવ ચાર્જ આયનને જુદી જુદી ગ્રીડથી પ્રવેગિત કરી થ્રસ્ટ મેળવી શકાય છે. તેનાથી સ્પેસ ક્રાફ્ટ ચલાવી શકાય છે. અને વળી તેનો ઉપયોગ સ્પેસ શટલ અને સેટેલાઈટમાં પણ કરી શકાય છે. માધ્યમ તરીકે આર્ગન,ઝેનોન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટનો ડાયરેક્ટ થ્રસ્ટમાં રૂપાંતર થઇ શકે છે કોઈ જ રોટેટીંગ પાર્ટ નથી. ઇલેક્ટ્રિકલ ઇનપુટ તરીકે સોલાર કે અન્ય કોઈપણ પાવર આપી શકાય છે. આ રીતે તૈયાર થયેલ રોકેટ હાલ માં વપરાતા રોકેટની સરખામણીમાં ખૂબ સસ્તા છે. વળી હાલમાં વપરાતા રોકેટ એક જ વખત વાપરી શકાય છે જ્યારે આ રોકેટ ખૂબ લાંબા સમય સુધી વાપરી શકાય છે. હાલમાં વપરાતા રોકેટમાં બળતણને કારણે ખૂબ પ્રદૂષણ થાય છે. આ પ્રોજક્ટમાં બનાવેલ ટેકનોલજીથી પ્રદૂષણ નિવારી શકાશે. અમે તેના પરની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી લીધેલ છે. અમે તેની પેટન્ટ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. પરંતુ તેનું વિવિધ પેરામીટર પર ટેસ્ટિંગ કરવાનું બાકી છે તે માટે ઇસરો, SKY રોકેટ અને બીજી સંસ્થાઓને મેલ કરીને વિનંતી કરેલ છે. આ પ્રોજેકમાં સતત માર્ગદર્શન અને મદદ કરવા માટે સંસ્થાના આચાર્ય એ.કે.ઝાલા, ઇલેક્ટ્રિકલ વિભાગના વડા વી.આર કોટડાવાલા, SSIP કોડિનેટર બોરસનિયા તથા ઇલેક્ટ્રિકલ વિભાગના વેગડભાઈ અને મેઘાબેન ચાવડાનો વિદ્યાર્થીઓ દ્રારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.