ઓખા મંડળના ક્રાંતિવિર યોધ્ધા મુળુભા માણેકની ઘોડા ઉપર સવાર પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. જે ઓખા મંડળમાં શોભાયત્રા સહિતના કાર્યક્રમો બાદ દ્વારકા પોલીસ સ્ટેશનની સામે પ્રસ્થાપિત કરવામાં આવશે.
ઓખાના ક્રાંતિવિર યોધ્ધા મુળુભા માણેકના ક્રાંતિકારી ઈતિહાસ ઓખા મંડળ નું નામ રોશન થયું છે ત્યારે મુળુભા માણેકની ઘોડા ઉપર સવાર પ્રતિમા બનાવાઈ છે જેને પ્રસ્થાપિત કરતા પૂર્વ શોભાયાત્રા યોજાશે સમસ્ત ઓખા મંડળ અને સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ માટે આ અવસર ઐતિહાસિક રહેશે. મુળુભા માણેકની પ્રતિમા સૌપ્રથમ દ્વારકાધિશ મંદિરે લઇ જવાશે. ત્યારબાદ વસઇ ગાત્રાળ માં ના મંદિરે અને ત્યાંથી ઓખા બેટ અને ત્યારબાદ ઓખા મંડળ ઉપરાંત લાંબા ગામ સુધી શોભાયાત્રા વિવિધ ગામોગામ ફરશે. જેમાં ઉમંગ ઉલ્લાસ સાથે સ્વાગત થશે. આ કાર્યક્રમને લઇ ધારાસભ્ય અને ક્ષત્રિય વાઘેર સમાજ પ્રમુખ પબુભા માણેકની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં આ કાર્યક્રમની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી અને યુવાનોને આ ઐતિહાસિક કાર્યક્રમમાં ખંધપૂર્વક તૈયારીમાં લાગી જવા આહવાન કર્યુ હતું.