રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગર દ્વારા આયોજિત પેરા સ્પોર્ટસ એસો. દ્વારા સંચાલિત માનસિક ક્ષતિગ્રસ્ત (15 વર્ષથી ઉપર) રમશે. ગુજરાત જીતશે ગુજરાત 2.0 એથ્લેટીકસ સ્પેશ્યલ ખેલ મહાકુંભ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતે યોજાઇ રહ્યો છે. જેમાં 250થી વધુ દિવ્યાંગ બાળકોએ સોફટબોલ થ્રો, ગોળાફેંક, સાયકલીંગ, દોડ 50 મીટર, 10 મીટર જેવી જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી.