ખંભાળિયા તાલુકાના ગામે ગઈકાલે જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં રસ્તે રમતા બાળકો પર અહીં રહેલી એક રેંકડી પડવાની ઘટના બની હતી. જેમાં એક બાળકી પર રેંકડી આ રેકડી પડતા તેણીને ઈજાઓ થવા પામી હતી.
View this post on Instagram
આ બનાવના સી.સી. ટી.વી. ફૂટેજ જાહેર થયા છે. તેમાં જણાતી ઘટના મુજબ સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં શેરીએ રમતા બાળકો જ્યારે આ રેંકડી પાસે હતા, ત્યારે રમતા રમતા કોઈ કારણોસર રેંકડી ઉંધી પડી હતી અને બાળકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. પરંતુ અહીં રહેલી આશરે સાતેક વર્ષની એક બાળકી પણ પર રેંકડી પડતા તેણીને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ બનતા બાળકોના દેકારાથી લત્તાવાસીઓ તાકીદે દોડી ગયા હતા અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવે સ્થાનિકોમાં થોડો સમય દોડધામ પ્રસરાવી હતી.